મોરબી શહેરમાં બે દિવસ પહેલા જાહેરમાં સોની યુવકની હત્યાની ઘટના બની હતી .આ ઘટનાના વિરોધમાં આજે વેપારીઓ અને સર્વ જ્ઞાતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં


કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માગ

આજે સાંજના સમયે યુવકની હત્યાના વિરોધમાં સમાજની વાડીથી લઈને જ્યાં ઘટના બની હતી ત્યાં સુધી લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી જે સ્થળ પર ઘટના બની હતી તે ત્યાં મૃતક યુવકનો ફોટો રાખીને શ્રદ્ધાંજલિ આપી હતી સાથે જ લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને તાત્કાલિક ન્યાય આપવામાં આવે એવી લોકોની માગ હતી.

ગુરુવારે રાત્રે જતીન સોની નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

મોરબી શહેરમાં સરદારબાગ પાસે ગુરુવારે રાત્રે જતીન સોની નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા થઈ હતી. જતીન સોનીની કારને સાઈડ આપીને ઓવરટેક કરવા જેવી નાની બાબતમાં બે સગીર કિશોરોએ છરીના ઘા ઝીંકી દીધા હતા અને તે ઘટનામાં સોની નું મોત થયું હતું જે ઘટનાને લઈને આજે મોટી સંખ્યામાં ન્યાયની માગણી સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.



આ પણ વાંચો----    Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

  • Follow us on: