મોરબીના પીપળી ગામ પાસે આવેલી માનસ સોસાયટી-1,2, ગોકુલધામ સોસાયટી અને ત્રિલોક ધામ સોસાયટીના આશરે 300 જેટલા મકાનોમાં પાણી,ગટર અને રસ્તાની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નહિ કરાવતા મોરબી તાલુકા પોલીસ મથકે 8 બિલ્ડરો સામે છેતરપીંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મકાન વેચાણ થયા બાદ ગ્રાહકોને અહેસાસ થાય છે કે છેતરપીંડી થઇ છે
શહેરોમાં મકાન લેવા માટે ગ્રાહકો આજીવિકા ખર્ચીને રહેઠાણનો આશરો શોધતા હોય છે ત્યારે બિલ્ડરો આવા ગ્રાહકોને આંબાઆમલી બતાવીને મકાન વેચાણ કરતા હોય જેમાં બિલ્ડરો રોડ-રસ્તા, ગટર, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓથી સજ્જ સોસાયટી ગ્રાહકોને આપવાનો દાવો કરે છે પરંતુ મકાન વેચાણ થયા બાદ ગ્રાહકોને અહેસાસ થાય છે કે છેતરપીંડી થઇ છે.
પીપળી ગામ નજીક 8 બિલ્ડરોએ જુદી જુદી સોસાયટીઓ બનાવી છે
મોરબી તાલુકા વિસ્તારના પીપળી ગામ નજીક 8 બિલ્ડરોએ જુદી જુદી 4 માનસ સોસાયટી-1,2, ગોકુલધામ સોસાયટી અને ત્રિલોક ધામ સોસાયટીમાં આશરે 300 જેટલા મકાનો વેચાણ કરીને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નહીં કરાવતા બિલ્ડરો મનીષ કાલરીયા, ચિંતન ગામી, મિહિરસિંહ જાડેજા, રાજદીપ ગામી, જગદીશ એરવાડિયા, અંકિત નેસડીયા, પ્રવીણ ગામી અને કિશોર શેરશીયા સામે માનસ ધામ સોસાયટીના વિનોદભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ દાખલ કરાવી છે.
રસ્તા, ગટર અને પાણીની સુવિધા ઉપલબ્ધ બિલ્ડરો દ્વારા નહી કરાવી હોવાનો આરોપ
વર્ષ 2019-20માં માનસધામ સોસાયટી-1,2, ગોકુલધામ સોસાયટી અને ત્રિલોકધામના આશરે 300 જેટલા મકાનના બિલ્ડરો દ્વારા વેચાણ કરવામાં આવ્યા હતા. જેમાં રસ્તા, ગટર અને પાણીની સુવિધા ઉપલબ્ધ બિલ્ડરો દ્વારા નહિ કરાવતા મોરબી તાલુકા મથકે ફરિયાદ નોધાઇ છે.
આ સોસાયટીઓને બિલ્ડરો દ્વારા જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની હોય છે
પીપળી ગ્રામ પંચાયત દ્વારા સોસાયટીના રહીશોને પીવાના પાણીની વ્યવસ્થા કરાતી હોવાનો સ્વીકાર કર્યો હતો. બીજી તરફ પીપળી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી જણાવ્યું હતું કે, પીપળી ગ્રામ પંચાયતને આ સોસાયટીઓ સોપવામાં આવી હતી જેથી આ સોસાયટીઓને બિલ્ડરો દ્વારા જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની થતી હોય છે જ્યાં સુધી સોસાયટીઓ પંચાયતને સોપવામાં ન આવે ત્યાં સુધી પંચાયત કોઈપણ પ્રકારનો વિકાસ કાર્ય કરતી નથી પરંતુ બિલ્ડરો ગ્રાહકો સાથે છેતરપીંડી આચરી ફરાર થઈ જાય છે ત્યારે આવા બિલ્ડરો સામે કાયદાકીય પગલાં લઇ ગ્રાહકોના હીતમાં નિર્ણય લે તે જરૂરી બન્યું છે.
આ પણ વાંચો----- Gujarat Flashback 2025 : ગુજરાતમાં થઇ હતી એશિયાઈ સિંહોની વસતી ગણતરી, 2015ની સરખામણીએ સિંહોની સંખ્યામાં થયો 27%નો વધારો