નડિયાદમાં શ્રેયસ રેલવે ઓવરબ્રિજ (ROB) બનાવવાની કામગીરી માટે વડોદરા પશ્ચિમ રેલવે વિભાગે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ઓવરબ્રિજનું નિર્માણ 100% રાજ્ય સરકારના ખર્ચે કરવામાં આવશે.
ઓવરબ્રિજના જનરલ એરેન્જમેન્ટ ડ્રોઇંગ પર કામ શરૂ કરવા વિનંતી
રાજ્ય સરકારે ઓવરબ્રિજના જનરલ એરેન્જમેન્ટ ડ્રોઇંગ પર કામ શરૂ કરવા વિનંતી કરી છે. નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આ મંજૂરી અંગે સત્તાવાર પત્ર મોકલવામાં આવ્યો છે.













