નડિયાદ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. શહેરીજનો કહે છે કે રસ્તાઓ પર કાયદાનું નહીં, પરંતુ ઢોરોનું શાસન જોવા મળ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા અગાઉ ઢોર પોલિસીની કડક અમલની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ દાવાઓ માત્ર કાગળ પર જ સીમિત રહેતાં શહેરીજનોને હવે ભારે ત્રાસ ભોગવવો પડે છે.
ઢોરો ભરપૂર ઝડપે દોડ્યા
તાજેતરમાં શહેરના ભારચક સોશિયલ ક્લબ રોડથી સરદાર ભવન થઈને મીલ રોડ સર્કલ સુધીના વિસ્તારમાં ઢોરો ભરપૂર ઝડપે દોડ્યા હતા. આ ભયાવહ દ્રશ્યોમાં વાહનચાલકો અને રાહદારીઓમાં ફફડાટ મચી ગયો. લોકોએ જીવ બચાવવા માટે રસ્તા પરથી દોડવું પડ્યું. મીલ રોડ પર થોડી ક્ષણો માટે અફરા-તફરીનું વાતાવરણ સર્જાયું.













