નર્મદા જિલ્લાનું કેવડિયા પ્રવાસન ધામ નવા વર્ષની ઉજવણીમાં સૌથી વધુ આકર્ષણ જમાવી રહ્યું છે.આજે 31 ડિસેમ્બર 2025ના અંતિમ દિવસે 50 હજારથી વધુ પ્રવાસીઓએ ઓનલાઈન બુકીંગ કરાવ્યું હતું અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા તંત્ર દ્વારા બસ સહિતની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે.


ઓનલાઈન બૂકિંગ ફૂલ થતા એન્ટ્રીની મર્યાદા વધારાઈ

ડિસેમ્બરના અંતમાં ગુલાબી ઠંડીના વાતાવરણમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓ ફરવા માટે હોટ ફેવરીટ બન્યો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નાતાલ બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ઓનલાઈન બૂકિંગ ફૂલ થઈ જતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની એન્ટ્રીની મર્યાદાઓ વધારી દેવામાં આવી છે.પહેલા પાંચ સ્લોટમાં વ્યૂ ગેલેરી 500 હતી.જેમાં રોજની 5500 કરવામાં આવી છે. 7000 પ્રવાસીઓને આજથી પ્રવેશ મળશે.

70 હજાર કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે 31 ડિસેમ્બરના રોજ 70 હજાર કરતા વધુ પ્રવાસીઓ નોંધાયા છે.31 ડિસેમ્બરની ઉજવણી પણ પ્રવાસીઓ અહીં જ કરે છે એટલે SOU સત્તા મંડળ અને હોટલો, ટેન્ટ સીટીમાં નવા વર્ષની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ કરી પૂર્ણ કરી નાખી છે. તમામ હોટલોમાં ગાલા ડિનર, ક્રુઝમાં ડિનર, અને ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.

સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થામાં વધારો

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાર સુધીમાં 2.85 કરોડ જેટલા પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા છે.આજે 31 ડિસેમ્બરે પણ 60 હજારથી વધુ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે.જેને પગલે સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવાયો છે. દેશ વિદેશથી આવનારા પ્રવાસીઓ ખુશ થઈને મોજ કરીને જાય એવી તમામ વ્યવસ્થા SOU સત્તામંડળ દ્વારા કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ Gujarat Weather News: આગામી 24 કલાકમાં માવઠું થવાની શક્યતા, આવતીકાલથી ઠંડીનો ચમકારો વધશે


  • Follow us on: