ગુજરાતમાં પાદરાના ગંભીરા બ્રિજ અકસ્માત બાદ અનેક બ્રિજનું રીપેરિંગ કામ હાથ ધરાયું હતું. જ્યારે કેટલાક જૂના બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યારે નવસારીના વિરાવળ પુર ભારે વાહનોના અવરોધ માટે લગાવવામાં આવેલી એંગલ તૂટી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ એંગલ તૂટતાં સુરત નવસારી રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
આ એંગલ આજે ફરીવાર તૂટી ગઈ હતી
નવસારીના વિરાવળ પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભારે વાહનોના અવરોધ માટે એક એંગલ ફીટ કરવામાં આવી હતી. આ એંગલ આજે ફરીવાર તૂટી ગઈ હતી. એંગલ લગાવ્યા બાદ ચોથી વાર તૂટવાનો બનાવ સામે આવ્યો છે. પૂર્ણા નદી પરના વિરાવળ પુલ પર આ એંગલ ફીટ કરવામાં આવી હતી.













