વર્ષ 2022માં નોંધાયેલા એક ગંભીર ગુનાના મામલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના 22 આગેવાનોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો હોય તેમ જણાય છે. આ કેસમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ધારદાર રજૂઆત માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નયન સુખડવાલાની નિમણૂક કરવામાં આવી છે.
22 લોકો સામે વર્ષ ૨૦૨૨માં નોંધાયો હતો ગુનો
વર્ષ 2022માં ધારાસભ્ય અનંત પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને ખેરગામના સરપંચ ઝરણાં પટેલ સહિત કુલ 22 વ્યક્તિઓ વિરુદ્ધ લૂંટ અને એટેમ્પ્ટ ટુ કમિટ મર્ડર (હત્યાનો પ્રયાસ) જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલે હાલ નવસારી કોર્ટમાં કાયદાકીય પ્રક્રિયા તેજ બની છે.













