નવસારી નવા બ્રિજ નિર્માણ વચ્ચે આવતી પારસી સમાજની સ્મશાન ભૂમિને કારણે કાર્યમાં અવરોધ ઉભો થયો છે.સુરત નવસારી શહેર ને જોડતા મહત્વના પૂર્ણાં નદી ઉપર નવા બ્રિજના કામ માં અવરોધ થતા મામલો ગૂંચવાયો છે.


પારસી સમાજની સ્માશન ભૂમિ નો કેટલોક ભાગ સંપાદન કરવાની જરૂર

વિરાવળ ગામ પાસે પૂર્ણાં નદી ઉપરનો બ્રિજ ક્રિટિકલ પુઅર કેટેગરીમાં આવતા નવા બ્રિજ ની જરૂર ઊભી થઈ હતી.જેને લઈ માર્ગમકાન વિભાગ દ્વારા બનવવામાં આવેલ નવીન બ્રિજની ડિઝાઇનમાં પારસી સમાજની સ્માશન ભૂમિ નો કેટલોક ભાગ સંપાદન કરવાની જરૂર પડી છે.

પાંચ વર્ષ પહેલાં રસ્તો પહોળો કરવા માટે સંસ્થાએ સ્વૈચ્છીક રીતે જગ્યા આપી છે

ત્યારે શહેરની આશરે 500 વર્ષ જુની પારસી સમાજની સ્માશન ભૂમિ બચાવવા સમાજના આગેવાનો આગળ આવ્યા હતા.સમાજ ના આગેવાનોએ જણાવ્યું હતું કે આ સંવેદનશીલ મુદ્દો છે, પાંચ વર્ષ પહેલાં રસ્તો પહોળો કરવા માટે સંસ્થાએ સ્વૈચ્છીક રીતે જગ્યા આપી છે, હવે જગ્યા આપવા માટે અમે તૈયાર નથી.

ડિઝાઇનમાં ફેરફારની શક્યતા ચકાસવાની ખાતરી

પેચીદા બનેલા આ મામલામાં પ્રાંત અધિકારીએ માર્ગમકાન વિભાગના અધિકારીઓ સાથે મળી બ્રિજની ડિઝાઇનમાં ફેરફારની શક્યતા ચકાસવાની ખાતરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે.


આ પણ વાંચો---  Gujarat Flashback 2025 : ગુજરાતમાં થઇ હતી એશિયાઈ સિંહોની વસતી ગણતરી, 2015ની સરખામણીએ સિંહોની સંખ્યામાં થયો 27%નો વધારો

  • Follow us on: