પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટે ગેરકાયદેસર ખનન કરનારા ખનીજ માફિયાઓ સામે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ મામલે ખનનનો મુદ્દામાલ રાજ્યસાત કરવાનો આદેશ કર્યો છે, જેના પગલે ખનીજ ચોરી કરતી ગેંગમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ઘટનાની વિગત
ભૂસ્તરશાસ્ત્રીની ટીમે 9 જાન્યુઆરી, 2025ના રોજ દરોડો પાડ્યો હતો. દરોડામાં હ્યુન્ડાઈ એક્સકેવેટર મશીન અને 19 ડમ્પરો જપ્ત થયા. આ ગેરકાયદેસર ખનન બદલ 4.45 કરોડનો દંડ ફટકારાયો હતો.













