બનાસકાંઠાના પાલનપુરમાં એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગત 21 ડિસેમ્બરે 24થી વધુ લોકોના ટોળાએ યુવક પર ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં ભરત ચૌધરી નામના યુવકની હત્યા થઈ હતી. જ્યારે અન્ય એક યુવક ઘાયલ થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
CCTVના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી
બનાસકાંઠાના પાલનપુરમાં 24થી વધુ લોકોના ટોળાએ તલવારથી કેટલાક યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક યુવકને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકની સારવાર ચાલી રહી છે.પાલનપુર પોલીસે 24 લોકો સામે ગુનો નોંધી આઠ જેટલી ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તપાસ માટે ટીમો રાજ્ય બહાર મોકલી છે. પાલનપુર પોલીસે અલગ અલગ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે.













