પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ હવે બેફામ બન્યા છે. તાજેતરમાં માહિતી મળી છે કે, ખનીજ ચોરીમાં સામેલ લોકો હવે નવી રીતોથી સરકારી અધિકારીઓની ગાડીઓ અને લોકેશનની રેકી કરી રહ્યા છે. અધિકારીઓના લોકેશન આપતી ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે


અવરજવર અને હિલચાલ પર નજર

કોઈપણ અધિકારી, જે ઓફિસમાંથી બહાર નીકળવા માટે પ્રસ્થાન કરે તેમની અવરજવર અને હિલચાલ પર નજર રાખવામાં આવી રહી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

 વોટ્સએપ ગ્રુપમાં શેર થતી માહિતી

 વધુમાં, ગોધરા અને કાલોલના વિસ્તારમાં અધિકારીઓના જવાની હિલચાલ અને લોકેશનનો ચોક્કસ સમય અને રૂટ પણ ગોપનીય વોટ્સએપ ગ્રુપમાં શેર થતી માહિતી સામે આવી છે.

કાયદો-વ્યવસ્થા અને અધિકારીઓની સુરક્ષા પર પણ ગંભીર પ્રશ્ન

ઓચિંતા ચેકિંગ પહેલાં જ માફિયાઓને એલર્ટ મળતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવે છે જેથી ખનીજ ચોરી સાથે કાયદો-વ્યવસ્થા અને અધિકારીઓની સુરક્ષા પર પણ ગંભીર પ્રશ્ન ઉભો થયો છે અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે, અને હવે આ મામલાઓ પર વધુ સખત કાર્યવાહી કરવા માટે ચર્ચા ચાલી રહી છે.


આ પણ વાંચો----    Gujarat Flashback 2025 : ગુજરાત પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ..489ની ધરપકડ, 1,708 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ

  • Follow us on: