પંચમહાલ ડેરીએ પશુપાલકો માટે નવા વર્ષની શરૂઆતમાં ખુશીના સમાચાર આપ્યા છે. ડેરી દ્વારા કીલો ફેટમાં રૂ.25નો વધારો કરવામાં આવ્યો છે, જે 1 જાન્યુઆરીથી અમલી થશે.
અગાઉ કીલો ફેટનો ભાવ રૂ.840 હતો, જે હવે વધીને રૂ.865 થશે
અગાઉ કીલો ફેટનો ભાવ રૂ.840 હતો, જે હવે વધીને રૂ.865 થશે. આ ભાવ વધારો પંચમહાલ, મહીસાગર અને દાહોદના પશુપાલકોને સીધો લાભ પહોંચાડશે.













