પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં તસ્કરો હવે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. દાહોદ શહેરના હાર્દ સમાન મુખ્ય માર્કેટ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોમ્પ્લેક્ષની એક દુકાનને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, મધ્યરાત્રિએ નસીબજોગે તસ્કરો તાળું તોડવામાં નિષ્ફળ રહેતા મોટી ચોરીની ઘટના ટળી હતી.


દોઢ કલાક સુધી તાળા સાથે મથામણ

ગોધરાના મ્યુનિસિપલ કોમ્પ્લેક્ષમાં આવેલી એક કોમ્પ્યુટરની દુકાનને તસ્કરોએ પોતાનો શિકાર બનાવવા રાત્રિના અંધકારનો લાભ લીધો હતો. આ ચોરીના પ્રયાસની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, એક તસ્કર અંદાજે દોઢ કલાક સુધી સતત દુકાનનું તાળું તોડવા માટે મથામણ કરતો રહ્યો હતો. ઘણી મહેનત અને પ્રયત્નો કરવા છતાં તાળું ન તૂટતા અંતે તસ્કરે ત્યાંથી ખાલી હાથે પલાયન થવું પડ્યું હતું.

CCTV કેમેરામાં કેદ થઈ કરતૂત

તસ્કરની આ તમામ હરકતો દુકાન અને આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, કઈ રીતે તસ્કર નિર્ભય બનીને લાંબા સમય સુધી દુકાનની બહાર ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ગોધરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.


આ પણ વાંચો - Rajkot News: ખારચિયા અને મોટાદડવા વચ્ચે સિંહના આંટાફેરા, ખેડૂતોમાં ડરનો માહોલ, જુઓ Video



  • Follow us on: