પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મામલતદાર ડી.ડી. પંડ્યા દ્વારા કરવામાં આવેલ આત્મહત્યાના પ્રયાસે સમગ્ર મહેસૂલ વિભાગ અને વહીવટી તંત્રમાં ભારે ચકચાર જગાવી છે. હાલમાં તેઓ ગંભીર હાલતમાં પાલનપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ તેમની પાછળ છોડેલી સુસાઇડ નોટ અને વીડિયોએ અનેક મોટા ખુલાસા કર્યા છે.


સ્યુસાઇડ નોટમાં અત્યંત ગંભીર આક્ષેપો કર્યા

મળતી માહિતી પ્રમાણે મામલતદાર પંડ્યાએ પોતાની સ્યુસાઇડ  નોટમાં અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યુ છે કે તેમને પૂર્વ આયોજિત પ્લાન મુજબ ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા હતા. સૌથી આઘાતજનક બાબત એ છે કે આ ષડયંત્રમાં તેમના પોતાના ભાણેજ સહિત કુલ 8 લોકો સામેલ હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ લોકો તેમને સતત માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આરોપીઓ મામલતદારને એસીબીમાં ખોટી ફરિયાદ કરીને ફસાવી દેવાની ધમકી આપતા હતા.

ટેકનોલોજીનો દુરૂપયોગ કરીને ફોટા વાયરલ કરવાની આપી ધમકી

આ આઠેય લોકો માત્ર ધમકી જ નહોતા આપતા પરંતુ ટેકનોલોજીનો દુરૂપયોગ કરીને છોકરી સાથે તેમના ફોટોઝ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમરી આપીને તેમને બ્લેકમેલ કરવામાં આવતા હતા. સામાજીક પ્રતિષ્ઠાને ખોવાના ડરને કારણે તેમણે અંતિમ પગલું ભર્યુ. તેઓએ વીડિયો બનાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.અધિકારીએ સુસાઇડ નોટમાં સ્પષ્ટ લખ્યુ છે કે હું આ માનસિક ત્રાસથી આપઘાત કરી રહ્યો છું. આ ઘટનાને લઇને પોલીસ વિભાગ સતર્ક બન્યો છે. સુસાઇડ નોટમાં દર્શાવવામાં આવેલા 8 લોકોને લઇને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gir Somnath : 10 જાન્યુઆરીએ PM મોદી આવશે સોમનાથ દાદાના દર્શને, વિકાસકામોની કરશે સમીક્ષા


  • Follow us on: