પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા ભૂતિયાવાસ પુલની નજીક રોડ પર રેતીનો મોટો ઢગલો પડ્યો હોવાના કારણે વાહનચાલકોને ભયનો સામનો કરવો પડી રહ્યો છે. આ રેતી આખા રોડ પર પથરાઇ જતાં ખાસ કરીને બાઇક અને રીક્ષા જેવા નાના વાહનો માટે અકસ્માતની શક્યતા વધી ગઈ છે.
રેતીના કારણે વાહનો સ્લીપ ખાઈ રહ્યા છે
સ્થાનિક વાહનચાલકો કહે છે કે રેતીના કારણે વાહનો સ્લીપ ખાઈ રહ્યા છે અને ગંભીર દુર્ઘટના બની શકે છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા માર્ગ અને મકાન વિભાગને અરજી કરવામાં આવી છે કે તાત્કાલિક રીતે રોડ પર પડેલી રેતી દૂર કરી સલામતી સુનિશ્ચિત કરવામાં આવે.













