પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનોના કાચ તોડી ભય ફેલાવતી ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ગુનામાં પકડાયેલા સભ્યો પાસેથી મોટરસાયકલ અને બે મોબાઇલ, કુલ ₹30,000/- નો મુદ્દામાલ જપ્ત થયો છે. ગેંગનો એક સભ્ય હજી પણ ફરાર છે.


ઘટનાની વિગત

ગત 18/11/2025ના રાત્રે, પાટણથી શિહોરી હાઈવે રોડ પર મોટા નાયતા ગામ નજીક અજાણ્યા ઈસમોએ બાઈક પર આવીને શામળાજીથી દિયોદર રૂટની એસ.ટી. બસ પર પથ્થરમારો કર્યો અને કાચ તોડીને ₹15,000/- નું નુકસાન પહોંચાડ્યું. આ જ રીતે, અન્ય બે એસ.ટી. બસો અને ખાનગી વાહનોના કાચ તોડવામાં આવ્યા.

પકડાયેલા આરોપીઓની ઓળખ

પોલીસે આ ગુનામાં પ્રજાપતિ ધવલ જયંતિભાઈ (કીમ્બુવા ગામ, સરસ્વતી) તથા ઠાકોર રણજીતજી રમેશજી (અઘાર ગામ, પાટણ)ને ઝડપી પાડ્યા હતા

ગેંગનો હેતુ

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ગુનો કરવાનો મુખ્ય હેતુ વાહનોના કાચ તોડીને વિકૃત આનંદ મેળવવાનો હતો.

ફરાર આરોપી

ગેંગનો ત્રીજો સભ્ય ઝાલા રાકેશજી ઉર્ફે રોકી ભરતજી હજી ફરાર છે. પોલીસ તેને શોધી રહી છે. પકડાયેલા બંનેને સરસ્વતી પોલીસ સ્ટેશનમાં આગળની કાયદેસરની કાર્યવાહી માટે સુપરત કરાયા છે.

આ પણ વાંચો---- Gandhinagar : પોલીસનું માન ન જાળવે અથવા બંધારણનો ભંગ કરે તો તેમની સામે પગલા ભરો.. DYCMની પોલીસને સૂચના

  • Follow us on: