રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને ડિમોલિશન અટકાવવા રહેવાસીઓ હાઇકોર્ટ સુધી પહોંચ્યા છે. આજે આ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટે ડિમોલેશન પર ત્રણ મહિના સુધી સ્ટે આપ્યો છે. જેથી હવે આવતીકાલે ડિમોલિશન નહીં થાય. અરજદારોએ 15 દિવસમાં GRTમાં અપીલ કરવાની રહેશે.


ગુજરાત હાઈકોર્ટે 3 મહિનાનો સ્ટે આપ્યો

રાજકોટના જંગલેશ્વરમાં આવતીકાલે ડિમોલિશન થવાનું હતું. જેને રોકવા માટે સ્થાનિક લોકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આજે અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારોની રજૂઆત હતી કે, લોકો અહીં વર્ષોથી રહે છે જેથી આ ડિમોલિશન અટકાવવામાં આવે. અરજી પર સુનાવણીમાં હાઈકોર્ટે વરગાળાનો ત્રણ મહિનાનો સ્ટે આપ્યો હતો. જેથી હવે આવતીકાલે જંગલેશ્વરમાં ડિમોલિશન નહીં થાય. અરજદારોએ આગામી 15 દિવસમાં GRTમાં અપીલ કરવી પડશે.

અસરગ્રસ્તોએ ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી અરજી

રાજકોટમાં સરકારી જમીન પર મોટુ ગેરકાયદેસર દબાણ થયું હોવાની વાત સામે આવી હતી અને જંગલેશ્વર વિસ્તારમાં આ દબાણો થયા છે અને તેને દૂર કરવાની કામગીરી કરાશે,તો આ સરકારી જમીનની કિંમત અંદાજે 220 કરોડ જેટલી થાય છે અને આ દબાણો દૂર કરવામાં આવે તો તે જગ્યા પર સરકાર નવા પ્રોજેકટ લાવી શકે છે અથવા તો આવાસના મકાનો પણ બની શકે છે.જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણકર્તાઓ દ્વારા 3 સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.જેમાંથી 2 એપ્લિકેશન કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. જ્યારે વહીવટી તંત્ર દ્વારા હાઇકોર્ટમાં કેવીએટ અગાઉ દાખલ કરવામાં આવેલી છે.


આ પણ વાંચોઃ Vadodara News : ગોરવામાં તંત્રએ ઝૂંપડા તોડી નાંખતા ગરીબો ઘર વિહોણા બન્યા, પૈસા ભર્યા છતાં મકાન ના મળ્યું


  • Follow us on: