રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં ઘન ધુમ્મસ છવાઈ જતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ધુમ્મસના કારણે રસ્તાઓ પર આગળનું સ્પષ્ટ દેખાતું ન હોવાથી વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવા પડ્યા હતા. ઘણા વાહનચાલકોને દિવસ દરમિયાન પણ લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું.જસદણ અને આસપાસના ગામડાં વિસ્તારમાં ઠંડી સાથે ધુમ્મસનું પ્રમાણ વધતા લોકોમાં પણ ઠંડીનો અનુભવ થયો હતો.


ભર ઉનાળામાં માવઠાની આગાહી

બીજી તરફ રાજ્યમાં ભર ઉનાળાના સમય દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 18, 19 અને 20 માર્ચ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.18 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 19 માર્ચે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે.રાજકોટ, બોટાદ અને ભાવનગર જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં પણ કમોસમી વરસાદ પડી શકે છે.

કમોમસી માવઠાની આગાહી

તે સિવાય ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 20 માર્ચના રોજ મધ્ય અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાક અંગે ચિંતા ઉભી થઈ છે. ખાસ કરીને રવી પાક માટે આ માવઠું અસરકારક સાબિત થઈ શકે છે. હવામાન વિભાગે ખેડૂતો અને લોકોને બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવાની સલાહ આપી છે.

આ પણ વાંચોઃ Amreli News : અમરેલીના ઇંગોરાળા ગામે 200 લિટર નકલી દૂધ ઝડપાયું, વનસ્પતિ તેલ અને પાઉડરમાંથી બનાવતા દૂધ



  • Follow us on: