રાજકોટ જિલ્લામાં ગેસ કનેક્શન અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ કલેક્ટર કચેરી દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણય અનુસાર હવે PNG ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકોને LPG ગેસ સિલિન્ડર આપવામાં નહીં આવે. આ નિર્ણય ગેસના યોગ્ય ઉપયોગ અને વિતરણ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે લેવામાં આવ્યો છે.
LPG અથવા PNG એક જ કનેક્શન રહેશે
જિલ્લા પ્રશાસન દ્વારા ગેસ એજન્સીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હવે એક ગ્રાહક પાસે LPG અથવા PNG પૈકી માત્ર એક જ ગેસ કનેક્શન રહેશે. બંને પ્રકારના ગેસ કનેક્શન એક સાથે રાખવાની પરવાનગી નહીં આપવામાં આવે. આ નિર્ણય બાદ ગેસ એજન્સીઓને તાત્કાલિક અસરથી નિયમોનું પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે.













