ઉનાળાની શરૂઆત પહેલા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાણી વિતરણ કરતા એકમો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


પાણીના 55 જેટલા નમૂનાઓ ફેલ થયા

 મનપા દ્વારા અલગ અલગ સ્થળોએ ચેકિંગ કરીને કુલ 91 પાણીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી 55 જેટલા નમૂનાઓ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે.

31થી વધુ પાણી વિતરણ યુનિટને સીલ કરવામાં આવ્યા

પાણીની ગુણવત્તામાં ખામી જોવા મળતા 31થી વધુ પાણી વિતરણ યુનિટને સીલ કરવામાં આવ્યા છે. મનપા તંત્રએ જણાવ્યું કે લોકોના આરોગ્ય સાથે ચેડાં સહન કરવામાં આવશે નહીં અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

 કલોરીનેશન યુક્ત અને શુદ્ધ પાણી જ પીવે

મનપા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કલોરીનેશન યુક્ત અને શુદ્ધ પાણી જ પીવે તેમજ શંકાસ્પદ પાણી અંગે તાત્કાલિક જાણ કરે. ઉનાળામાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ અભિયાન વધુ તેજ કરવામાં આવશે.


આ પણ વાંચો----  AAPમાંથી રાજીનામા બાદ રાજુ કરપડાનું નિવેદન, જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કોલસો નથી ચાવવો

  • Follow us on: