રાજકોટના જસદણમાં બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું છે અને કનેસરા ગામ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, અકસ્માતમાં વિઠ્ઠલભાઇ ઘોડકીયાનું ઘટનાસ્થળે મોત થયું છે જેને લઈ ભાડલા પોલીસે તપાસ હાથધરી છે.


જસદણના કનેસરા ગામ નજીક થયો અકસ્માત

જસદણના કનેસરા ગામ પાસે પાણીના સંપ નજીક સામસામે બાઈ અથડાતાં વિઠ્ઠલભાઈ ઘોડકીયા નામના વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. જસદણના જામ રાજા વડલા ગામના વિઠ્ઠલભાઈ જાદવભાઈ ઘોડકિયા તેમના પત્ની સાથે જસદણ તરફથી આવી રહ્યા હતા અને વિઠ્ઠલભાઈના ભાણેજના લગ્ન હોવાથી પતિ પત્ની ખરીદી કરીને આવી રહ્યાં હતા.

ભાડલા પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મદદ કરી હતી તો પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, ફુલ સ્પીડમાં બાઈક હોવાથી ગંભીર અકસ્માત થયો હોઈ શકે છે તેવું પોલીસનું અનુમાન છે.


આ પણ વાંચો :  ખેડામાં કલાકોની મહેનત બાદ 40,000 લીટર ઇથેનોલ ભરેલુ ટેન્કર ખાલી કરીને હેમખેમ હટાવી દેવામા આવ્યું, ગ્રામજનોને થયો હાશકારો


  • Follow us on: