રાજકોટને નશામુક્ત બનાવવાના સંકલ્પ સાથે શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી ઝુંબેશમાં LCB ઝોન 2ની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી છે. યુવાધનને નશાના માર્ગે ધકેલતા સાધનોના વેચાણ પર તવાઈ બોલાવતા પોલીસે ભાવેશભાઈ કીશનચંદ નાજકાણી નામના ઇસમને ઝડપી લીધો છે.
મુદ્દામાલ અને કાર્યવાહી
LCB ઝોન 2ની ટીમે રેડ કરીને આરોપી પાસેથી મોટા પ્રમાણમાં 'ગોગો સ્મોકિંગ કોન' (સ્ટીક) નો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે અંદાજે રૂપિયા 5160ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભાવેશભાઈ નાજકાણી આ પ્રતિબંધિત જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોવાનું બહાર આવતા તેની અટકાયત કરવામાં આવી છે.













