રાજકોટમાં આરોગ્ય વિભાગે અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો છે અને 8 કિલો વાસી વસ્તુઓનો નાશ કર્યો છે, વેપારીઓ દ્વારા વાસી વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતુ તેના આધારે આ કામગીરી કરવામાં આવી છે, 15 સ્થળેથી નમૂના લઈ તેની તપાસ કરવામાં આવી છે, સમગ્ર ચેકિંગ દરમિયાન વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.
7 ધંધાર્થીઓને નોટિસ આપવામાં આવી
રાજકોટ આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે આવી છે જેમાં વાસી અને અખાદ્ય વસ્તુઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો છે, ફૂડ શાખા દ્વારા સર્વેલન્સ અને ચેકિંગ કરી 7 કિલો વાસી મંચુરિયન, ગ્રેવી, પંજાબી સબ્જીનો નાશ કરવામાં આવ્યો છે, 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી છે અને 7 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે નોટિસ ફટકારવવામાં આવી છે, 15 સ્થળે ખાદ્ય પદાર્થના નમૂનાની ચકાસણી કરાઈ છે.













