ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં ધારાસભ્ય ઉદય કાનગડના પિતરાઈ ભાઈને સાત દિવસમાં રિસોર્ટ તોડી પાડવા મુદ્દે નોટિસ આપવામાં આવી છે. તેમણે 200 કરોડની જમીન પર ગેરકાયદે બાંધકામ કર્યું હોવાથી તેને તોડી પાડવા માટે નોટીસ આપવામાં આવી છે.
200 કરોડની જમીન પર કર્યું છે ગેરકાયદે બાંધકામ
રાજકોટમાં ધારાસભ્ય ઉદય કાનગડના પિતરાઈ ભાઈએ 200 કરોડની જમીન પર રિસોર્ટ બનાવી ગેરકાયદે બાંધકામ કર્યું હોવાથી તેને સાત દિવસમાં તોડી પાડવા માટે નોટીસ આપવામાં આવી છે. તેમણે લાલપરી તળાવ પાસે દોઢ દાયકા સુધી જમીન પર કબજો કરી લીધો હતો. હવે તેમણે ઉભા કરેલા રિસોર્ટને તોડી પાડવા માટે તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. તેમને સાત દિવસમાં આ બાંધકામ તોડવા માટે નોટીસ આપવામાં આવી છે.













