રાજકોટમાં 31 ડિસેમ્બરે કાર્યક્રમ માટે માત્ર 12 આયોજકોને પોલીસે મંજૂરી આપી છે. આવતીકાલે રાજકોટમાં તમામ પોલીસ સ્ટેશનનો 80 ટકા સ્ટાફ વાહન ચેકિંગ કરશે. શહેરના મુખ્ય ચોક અને રોડ પર ચેકિંગ હાથ ધરાશે. પોલીસ બ્રેથ એનલાઈઝર અને ડ્રગ્સ ડિટેક્શન કીટથી ચેકિંગ કરશે.
પોલીસે માત્ર 12 આયોજકોને જ કાર્યક્રમની મંજૂરી આપી
રાજકોટમાં આવતીકાલે 31મી ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસને આયોજકો દ્વારા મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. જેના અનુસંધાને પોલીસે માત્ર 12 આયોજકોને જ કાર્યક્રમની મંજૂરી આપી છે. બીજી તરફ રેવ અને દારુ પાર્ટીને રોકવા માટે પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં પોલીસ સ્ટેશનનો 80 ટકા સ્ટાફ મુખ્ય રોડ અને ચોકમાં વાહનોનું ચેકિંગ કરશે. પોલીસ બ્રેથ એનલાઈઝર અને ડ્રગ્સ ડિટેક્શન કીટથી ચેકિંગ કરશે.













