રાજકોટના અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરાર રહેલા રહીમ મકરાણીને પોલીસે ઝડપી પાડ્યો છે. રાજકોટ રુરલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની જૂનાગઢ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.


વિવિધ રાજ્યોમાં આશ્રય લીધો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર ઓગસ્ટથી જુલાઈ સુધીના લગભગ 8 મહિના દરમિયાન રહીમ મકરાણી પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાં આશ્રય લઈને ફરાર રહ્યો હતો.

આરોપીઓનો કુલ આંક 9 પર પહોંચી ગયો

આ ધરપકડ સાથે ગુનાખોરીના કેસમાં સંકળાયેલા આરોપીઓનો કુલ આંક 9 પર પહોંચી ગયો છે.

રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે

હાલ, રહીમ મકરાણીને ગુનાના કામ માટે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ વધુ તપાસ અને સમર્થિત પુરાવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરશે.


આ પણ વાંચો----     Baramati Plane Crash : અજિત પવારના નિધનના સમાચાર વયોવૃદ્ધ કાકા શરદ પવારને કેવી રીતે આપવા ? વાંચો...પરિવારે શું કર્યું

  • Follow us on: