સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલ દ્વારા વીજ બિલ બાકીદારો સામે વિશાળ સ્ટ્રાઈક શરૂ કરવામાં આવી છે. આખા 12 સર્કલમાં કુલ 650 કરોડ રૂપિયાનું બાકી લેણું હતું, જેમાં રેસિડેન્સિયલ, ખેતીવાડી, કોમર્શિયલ અને સરકારી કચેરીઓનો સમાવેશ થાય છે.


2700 ટીમો દ્વારા મેગા ડ્રાઇવ

 આ મોટી સ્ટ્રાઈક માટે 2,700 ટીમો દ્વારા મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. મળેલી માહિતી પ્રમાણે રાજકોટ શહેર 2.72 લાખ કનેક્શન્સના 75 કરોડ રૂપિયાનું બિલ બાકી છે જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 2.84 લાખ કનેક્શન્સનું 55 કરોડ રૂપિયાનું બિલ બાકી છે.

મોરબીમાં 1.93 લાખ કનેક્શન્સનું 53 કરોડ બિલ

જામનગર જિલ્લામાં 3.98 લાખ કનેક્શન્સનું 88 કરોડ રૂપિયાનું બાકી બિલ છે જ્યારે મોરબીમાં 1.93 લાખ કનેક્શન્સનું 53 કરોડ બિલ બાકી છે

પોરબંદરમાં 2.33 લાખ કનેક્શન્સનું 44 કરોડ બિલ બાકી

આ ઉપરાંત પોરબંદરમાં 2.33 લાખ કનેક્શન્સનું 44 કરોડ અને ભુજમાં 2.36 લાખ કનેક્શન્સનું 66 કરોડ બિલ બાકી છે અને ભાવનગરમાં 2.88 લાખ કનેક્શન્સનું 53 કરોડનું બિલ બાકી છે

નાગરિકોને બિલ સમયસર ચૂકવવા અપીલ

પીજીવીસીએલના અધિકારીઓએ નાગરિકોને બિલ સમયસર ચૂકવવા અપીલ કરી છે .



આ પણ વાંચો----     Ahmedabad: ધર્મના નામે ધતિંગ, મહિલા સાથે રંગેરેલીયા મનાવતા પકડાયાનો આક્ષેપ થયા બાદ સ્વામી રામકૃષ્ણદાસને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢાયા

  • Follow us on: