રાજકોટ ખાતે કચ્છ સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ સમિટનું વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. આ સમિટમાં અનેક ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યાં છે. આ સમિટમાં રાજ્યના મોટા ઉદ્યોગગૃહો તરફથી મહત્વના કરાર કરવામાં આવ્યા છે. જેમાં રિલાયન્સના મુકેશ અંબાણી અને જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા સહિતના ઉદ્યોગપતિઓએ મહત્વના કરાર કર્યા હતાં.
રિલાયન્સ ગ્રુપ આગામી પાંચ વર્ષમાં સાત લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે
રાજકોટ વાઈબ્રન્ટ સમિટમાં ઉપસ્થિત રહેલા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, રિલાયન્સ ગ્રુપ આગામી પાંચ વર્ષમાં સાત લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જામનગર ઉર્જાનું કેન્દ્ર છે અને વધુ વિકસિત બનશે. ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એનર્જી પર ખાસ ફોકસ કરાશે. વિશ્વના સૌથી મોટા સોલાર પ્રોજેક્ટને આગળ વધારીશું. જામનગરમાં AIનું સૌથી મોટું ડેટા સેન્ટર તૈયાર થવા જઈ રહ્યું છે. જીઓ AIના ક્ષેત્રમાં વધુ સક્રિય છે. ઓલિમ્પિકને લઈને ઓન રિલાયન્સ ફાઉન્ડેશન સક્રિય છે.ઓલિમ્પિક માટે અમે ખૂબ આશાવાદી અને તૈયાર છીએ. રિલાયંસ ગુજરાતી કંપની છે અને મારા પિતા સૌરાષ્ટ્રની ધરતીના પુત્ર હતાં. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ પછી ઐતિહાસિક શહેર એવા રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટમાં ભાગ લેવો એ ગર્વની વાત છે.
ગુજરાતમાં કચ્છ સૌથી મોટું એનર્જી હબ છે અને મુંદ્રા અમારી કર્મભૂમિ છે
અદાણી પોર્ટના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ કહ્યું હતુ કે, વડાપ્રધાન મોદીની લીડરશીપમાં ભારત દેશ આગળ વધી રહ્યો છે. ગુજરાતમાં કચ્છ સૌથી મોટું એનર્જી હબ છે અને મુંદ્રા અમારી કર્મભૂમિ છે. મુંદ્રામાં સોલાર મેન્યુફેક્ચર હબ છે. મુંદ્રામાં અદાણી દ્વારા વર્લ્ડ લાર્જેસ્ટ એનર્જી પાર્ક બનાવવામાં આવશે. 37 ગીગા બાઈટનો એનર્જી પાર્ક તૈયાર કરાશે. અદાણી કચ્છમાં આગામી પાંચ વર્ષમાં 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. વિકસિત ભારત 2047માં અદાણી ગ્રુપ સરકારની સાથે છે.
કચ્છના વિકાસનો શ્રેય હું વડાપ્રધાન મોદીને આપવા માંગું છું
જ્યોતિ CNCના પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં અમે 10 હજાર કરોડનું રોકાણ કરીશું. અમારુ મિશન બિલકુલ ક્લિયર છે અને મેન્યુફેક્ચર એ માત્ર બિઝનેસ નથી અમારી જવાબદારીઓ પણ છે. બી. કે. ગોએન્કાએ કહ્યું હતું કે, કચ્છના વિકાસનો શ્રેય હું વડાપ્રધાન મોદીને આપવા માંગું છું. પ્રથમ વાઈબ્રન્ટમાં આવ્યો ત્યારે વાપીમાં પ્લાન્ટ નાંખવાનો હતો. પરંતુ તેમણે કચ્છમા નાંખવાનું કહ્યું હતું. આજે વેલસ્પન ગ્રુપ એક લાખથી વધુ લોકોને રોજગારી આપે છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: સોનાની વીંટી ચોરી નકલી વીંટી મુકી દેતી એક મહિલા ચોર ઝડપાઈ, પોલીસે ચાર ગુના ઉકેલ્યા