સુરત જિલ્લાના કિમ નજીક રાત્રિના એક વાગ્યાના સમયે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં 15 મુસાફરોને નાની મોટી ઇજા થઇ હતી. ઘાયલોને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.


વડોદરાની લક્ઝરી બસ સેલવાસમાં લગ્ન પ્રસંગમાં ગઇ હતી

માહિતી અનુસાર, વડોદરાની લક્ઝરી બસ સેલવાસમાં લગ્ન પ્રસંગમાં ગઇ હતી અને પરત ફરતી વેળાએ કિમ નજીક ટ્રક સાથે અકસ્માત થયો હતો.

અકસ્માતમાં 15 મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ

બસમાં અંદાજે 35 પ્રવાસી સવાર હતા. અકસ્માતમાં 15 મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોની સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું છે.


આ પણ વાંચો----    Republic Day 2026 : વાવ–થરાદમાં રાજ્યકક્ષાની 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજ વંદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત

  • Follow us on: