કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલના હસ્તે 166 કરોડના ખર્ચે સાકારીત ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ થયું હતું.કાર્યક્રમ વેળાએ સુરત મહાનગરપાલિકા દ્વારા 173.12 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને 247.80 કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. આજે જનતા માટે ડુમસ સી ફેસ ફેઝ-1 ખુલ્લો મુકવામાં આવ્યો છે. ત્યારે વાંચો શું છે આ પ્રોજેક્ટની ખાસ વિશેષતાઓ.
સ્વાસ્થ્ય અને એન્ટરટેઈન્મેન્ટને પણ ધ્યાને લેવાયું
સુરતીઓ માટે આમતો ડુમસનો દરિયા કિનારો રજાઓ માટે ફરવાનું એક મનગમતુ સ્થળ છે. હવે તેને સી ફેસ પ્રોજેક્ટ હેઠળ નવો લુક અપાયો છે. સુરત મનપા દ્વારા 166 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટમાં સહેલાણીઓ માટે આધુનિક વોક-વે, બેઠક વ્યવસ્થા, લેન્ડસ્કેપિંગ અને રોશનીની અદભુત સુવિધા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત અહીં આવતા લોકો માટે સ્વાસ્થ્ય અને એન્ટરટેઈન્મેન્ટને પણ ધ્યાને લેવાયું છે. અહીં વોકિંગ ટ્રેક, મેડિટેશન સેન્ટર અને યોગા કરવા માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે. એક સાથે 25 હજારથી વધુ લોકો આ સી ફેસ પર ફરી શકે તેવી ક્ષમતા વિકસાવાઈ છે.













