ગુજરાતમાં દરિયાઈ સુરક્ષાને લઈને તપાસ એજન્સીઓ સતર્ક બની ગઈ છે. નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષાની તકેદારીના ભાગ રૂપે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓ દ્વારા જિલ્લાના ગણદેવી તાલુકામાં કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું. પોલીસે કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતાં. બીજી તરફ સુરતમાં પણ ઓલપાડના ડભારીમાં કોસ્ટલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
સઘન કોસ્ટલ પેટ્રોલીંગનું આયોજન
નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત આંતકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યકિતઓની હિલચાલ તેમજ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ બોટ, ડ્રોન, ડ્રગ્સ પેકેટ્સ, બેગ તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ તેમજ મરીન કમાન્ડો ટીમ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અન્વયે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાઇ વિસ્તાર ફિશ લેન્ડીંગ સેન્ટર ભાટ વિસ્તાર ફ્રુટ પેટ્રોલીંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.













