સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં ચામુંડા એન્જીનીયરિંગમાં યુવકની ક્રૂર હત્યા કરવામાં આવી છે. પોલીસે આ મામલે જાણ થતાં તત્કાળ સ્થળ પર પહોંચી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
લોખંડના રોડ વડે માથામાં માર મારી હત્યા કરી
આરોપીઓ સુરેશ અને મનોજે ઉશ્કેરાઇ જઇને અજય નામના યુવકની લોખંડના રોડ વડે માથામાં માર મારી હત્યા કરી હોવાનું પોલીસના આરંભિક તપાસમાં સામે આવ્યું છે.













