સુરતમાં નબીરાઓની બેદરકારીથી અકસ્માત થવાના બનાવો બની રહ્યા છે અને તેના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. સુરતના અવધ-ઉથોપિયા રોડ પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને તેમાં અન્ય કારને અડફેટે લઇને મોટું નુકશાન કર્યું હતું. જો કે કાર ચાલક નિર્દોષ હોવાનો લૂલો બચાવ કરીને મામલાને દબાવાનો પણ પ્રયાસ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પાર્ક કરેલી કારને અડફેટે લઇને મોટું નુકશાન કર્યું
શહેરના અવધ-ઉથોપિયા રોડ પર રવિવારે મોડી રાત્રે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. માલતુજારનો દિકરો કાર ચલાવી રહ્યો હોવાનું લોકોએ જણાવ્યું હતું અને તેણે પાર્ક કરેલી કારને અડફેટે લઇને મોટું નુકશાન કર્યું હતું.













