સુરતમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી દરમિયાન રહેણાંક બિલ્ડીંગોને ભારે નુકસાન થયું છે. ચોક બજાર વિસ્તારમાં આવેલા ચાર બિલ્ડીંગોને ખાલી કરવામાં આવી છે, કારણકે મેટ્રોની ટનલની કામગીરી દરમિયાન વાયબ્રેશનના કારણે આ બિલ્ડીંગોને અસર થઈ હતી.


ટનલની કામગીરી દરમિયાન વાયબ્રેશનનો પ્રભાવ

ટનલ ખોદકામની કામગીરી દરમિયાન મકાન પર ભારે વાયબ્રેશન થતાં બિલ્ડીંગને અસર થઇ હતી જેથી બિલ્ડીંગના રહીશોની કફોડી સ્થિતિ થઇ હતી. રહિશોમાં ભયની લાગણી પણ જોવા મળી હતી.

રહીશોને હોટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા

બિલ્ડીંગની નાજૂક હાલતને જોતાં ચારેય બિલ્ડીંગો તત્કાળ ખાલી કરાવાઇ હતી અને રહીશોને હોટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. લોકોને પોતાનું ઘરનું ઘર છોડીને હોટેલમાં આશરો લેવા મજબૂર થવું પડ્યું હતું.

બિલ્ડીંગ નીચે લોખંડના ટેકા મારવામાં આવ્યા

બીજી તરફ બિલ્ડીંગને બચાવવા માટે બિલ્ડીંગ નીચે લોખંડના ટેકા મારવામાં આવ્યા હતા. સુરત કોર્પોરેશન આ મામલે સ્થળ પર પહોંચ્યું હતું અને ઉંડાણપૂર્વક તપાસ શરુ કરી હતી..


આ પણ વાંચો----    Surat : જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનો રિવોલ્વર વડે ગોળી મારી આપધાતનો પ્રયાસ


  • Follow us on: