સુરત શહેરમાં કોસાડ આવાસમાં સરકારી જગ્યા પર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને કોર્પોરેશન દ્વારા તોડી પડાયું છે. આ ગેરકાયદેસરના બાંધકામો રીઢા ગુનેગાર આઝાદ દ્વારા કરવામાં આવ્યું હતું.
આઝાદે સરકારી જગ્યા પચાવી પાડી હતી
સુરતના રીઢા ગુનેગાર આઝાદ સામે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. કોસાડ આવાસમાં આઝાદે સરકારી જગ્યા પચાવી પાડી હતી અને તેના પર ગેરકાયદેસરના બાંધકામો બાંધી દીધા હતા.













