સુરત શહેરના રાંદેર વિસ્તાર માં બનેલા 35 લાખની લૂંટના ચકચારી કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ ને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે તેમના પાસેથી રોકડ રૂપિયા અંદાજે અઢી લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.


આરોપી છારાનગર ની કુખ્યાત ગેંગના સભ્યો

પોલીસ તપાસ મુજબ, ઝડપાયેલા આરોપીઓ છારાનગર ની કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા છે. આ ગેંગના સભ્યો સામે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. આ પહેલાં પણ આ જ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા, અને હવે વધુ બે આરોપીઓની ધરપકડથી કેસમાં મોટો ખુલાસો થયો છે.

આરોપીઓ અમદાવાદ થી બાઈક પર સુરત આવ્યા

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ અમદાવાદ થી બાઈક પર સુરત આવ્યા હતા. પોતાની ઓળખ છુપાવવા માટે તેમણે બાઈકની નંબર પ્લેટ બદલી નાખી હતી. ત્યારબાદ તેમણે આંગડિયા પેઢીના એક કર્મચારીને ટાર્ગેટ બનાવી રોકડ રકમની લૂંટ ચલાવી હતી.

આરોપીઓની પૂછપરછ શરૂ

પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ ગુનામાં સંકળાયેલા અન્ય સાગરિતોની શોધખોળ પણ તેજ કરી છે. 


આ પણ વાંચો---     Panchmahal : વન્યજીવોના શિકારના ઈરાદે નીકળેલી ગોધરાની ટોળકી હથિયારો સાથે ઝડપાઇ

  • Follow us on: