સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા એક પ્લાસ્ટિકના કારખાનામાં આજે બોઇલર ફાટવાની ઘટનાથી આગ લાગતાં અફરાતફરી મચી ગઈ. ઘટનામાં ઓછામાં ઓછા 5 કર્મચારી દાઝી ગયા છે, જેમને તાત્કાલિક રેસ્ક્યુ કરી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
5થી વધુ દાઝી જતા રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડાયા
મળતી જાણકારી પ્રમાણે, બોઇલર ફાટતા કારખાનામાં આગ લાગી હતી જેથી કારખાનાના અંદર ઉપસ્થિત કર્મચારીઓ દાઝી ગયા હતા. 5થી વધુ દાઝી જતા રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખસેડાયા હતા













