સુરત જિલ્લામાં કેડિયા ટાપુમાં ગેરકાયદેસર ઝીંગા તળાવની ફરિયાદો સામે સુરત જિલ્લા કલેકટર દ્વારા તાકીદના પગલાં લેવામાં આવ્યા છે.


ઝીંગા તળાવના ગેરકાયદેસર ધંધામાં કાર્યવાહીના આદેશ

કલેક્ટર દ્વારા અગાઉ શહેરમાં ડીઝલ ચોરીના કિસ્સા બાદ હવે ઝીંગા તળાવના ગેરકાયદેસર ધંધામાં કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.

કલેકટરે મજુરા મામલતદારને તપાસ સોંપી

કલેકટરે મજુરા મામલતદારને તપાસ સોંપી, રિપોર્ટ માંગ્યો છે.

 100 થી વધુ ગેરકાયદેસર ઝીંગા તળાવ કાર્યરત હોવાનું સામે આવ્યું

ટાપુ પર આશરે 100 થી વધુ ગેરકાયદેસર ઝીંગા તળાવ કાર્યરત હોવાનું સામે આવ્યું છે. તપાસને વધુ સક્ષમ બનાવવા માટે ડ્રોન મારફતે સર્વે પણ હાથ ધરવામાં આવી રહ્યો છે.

 ઝીંગા માફિયામાં ફફડાટ મચી ગયો

જિલ્લા કલેકટર દ્વારા કાર્યવાહી શરૂ થતા ઝીંગા માફિયામાં ફફડાટ મચી ગયો છે. સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ટાપુ પરનું સર્વેક્ષણ અને નિયંત્રણ તાકીદથી કરવામાં આવી રહ્યું છે, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી શકાય.


આ પણ વાંચો-----  Surendranagar: જમીન કૌભાંડમાં તપાસનો ધમધમાટ તેજ, ED દ્વારા તત્કાલીન કલેકટરના PA, કલાર્ક અને વકીલને તેડું

  • Follow us on: