સુરતના ઉધના વિસ્તારમાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પોતાના જ મકાનમાં દેહવ્યાપારનો ગોરખધંધો ચલાવતા હોવાની માહિતી સામે આવી છે.
હરીશ રૂગનાથવાલા અને સાગર માવાપુરીની ધરપકડ
પકડાયેલા આરોપીઓની ઓળખ હરીશ રૂગનાથવાલા અને સાગર માવાપુરી તરીકે થઈ છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ અલગ-અલગ સ્ત્રીઓને બોલાવી ગ્રાહકો સાથે દેહવ્યાપાર કરાવતા હતા.













