સુરત શહેરના ઉધના વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાઓની છેડતીની ઘટના સામે આવી છે. આ મામલે સતર્ક બનેલી ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે. પોલીસે આ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.


શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં રહેતી મહિલાઓ દરરોજની જેમ વહેલી સવારે શારીરિક કસરત અને મોર્નિંગ વોક માટે નીકળી હતી. આ દરમિયાન એક અજાણ્યા શખ્સે મહિલાનો પીછો કરી તેની છેડતી કરી હતી. અચાનક બનેલી આ ઘટનાથી મહિલા ગભરાઈ ગઈ હતી, પરંતુ હિંમત હાર્યા વગર તેણે આ બાબતે પોલીસને જાણ કરી હતી.

સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપી ઝડપાયો

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઉધના પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને બાતમીદારોની મદદથી આરોપીની ઓળખ કરી તેને દબોચી લીધો હતો.




પોલીસની કડક કાર્યવાહી

સુરત પોલીસ દ્વારા હાલમાં 'શી ટીમ' અને વિવિધ પેટ્રોલિંગ યુનિટ્સ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. ઉધના પોલીસે આરોપી વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે, અને તેની પૂછપરછ હાથ ધરી છે કે, તેણે અગાઉ પણ કોઈ અન્ય મહિલાઓ સાથે આવી ગેરવર્તણૂક કરી છે કે કેમ. આ કાર્યવાહીથી સવારે ચાલવા નીકળતી મહિલાઓમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે અને આવા લુખ્ખા તત્વોમાં પોલીસનો ખૌફ ઉભો થયો છે.


આ પણ વાંચો - Gandhinagar: બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ધો. 10 અને 12 સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો



  • Follow us on: