સુરતમાં કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં સંગઠન વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયા આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે AMNS કંપનીમાં એલ એન્ડ ટીના કોન્ટ્રાક્ટ કામદારનો હોબાળા મામલે નિવેદન આપ્યું હતું. આ બેઠકમાં ઘટના અંગે પણ માહિતી મેળવી હતી. તેમણે અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. જેમાં ઘટના અંગે ચર્ચાઓ કરાઈ હતી.
સંગઠન વિચાર વિમર્શ બેઠકનું આયોજન કરાયું
આ બેઠક બાદ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે, કેટલાક તત્વો અખિલ ભારતીય કોળી સમાજને તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. મનસ્વીપણે પોતાને પ્રમુખ તરીકે જાહેર કરીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. આવા લોકો કોળી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. કોળી સમાજને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેને સાંખી નહીં લેવાય. તેમનું આ નિવેદન કોના પર પ્રહાર છે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી.













