વર્તમાન સમયમાં રાજ્યમાં આત્મહત્યાના કિસ્સા સતત વધી રહ્યા છે, ત્યારે સુરતમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં આવેલી SVNIT કોલેજની હોસ્ટેલમાં બીજા માળેથી એક વિદ્યાર્થીએ પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. જે કારણે શિક્ષણ બેડામાં ખળભળાટ મચી ગયો છે.


વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો 

વિદ્યાર્થીએ હોસ્ટેલના બીજા માળેથી પડતું મુક્યું હતું. ઉપરથી પટકાવવાનો આવાજ સાંભળીને વોચમેન તથા અન્ય વિધાર્થીઓ દોડી આવ્યા હતા. જે બાદ આ વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ આ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.

અન્ય વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં હોબાળો મચાવ્યો

ઘટનાની મળતી વિગતો અનુસાર, સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એસવીએનઆઇટી કોલેજના કેમ્સમાં બની હતી. જ્યાં મોડી રાત્રે એક વિદ્યાર્થીએ હોસ્ટેલના બીજા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. હોસ્ટેલમાં રહેતા 20 વર્ષી અદ્યવેત નાયરે હોસ્ટેલના બીજા માળેથી ગત રાત્રે પડતું મૂકી આપઘાત કરી લેતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીની આત્મહત્યા બાદ અન્ય વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં હોબાળો મચાવ્યો હતો. ઉમરા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે


આ પણ વાંચો - Kutch News: ભુજીયા ડુંગરની તળેટીમાંથી મળ્યો યુવાનનો મૃતદેહ


  • Follow us on: