સુરત સિવિલ હોસ્પિટલના પાર્કિગમાં પાર્ક કરેલ કારના કાચ તોડવામાં આવ્યા છે, અસામાજિક તત્વોએ આ કારના કાચ તોડયા હોવાનું અનુમાન પોલીસને છે, હોસ્પિટલમાં પાર્ક કરેલી ડૉક્ટરોની કારના કાચ પણ તોડવામાં આવ્યા છે, CCTVની મદદથી અસામાજિક તત્વોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સુરત સિવિલ હોસ્પિટલમાં કારના કાચ તોડયા
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, રાત્રી દરમ્યાન ત્રણ થી ચાર કારના કાચ તોડવામાં આવ્યા છે, ટ્રોમા સેન્ટર નજીક પાર્ક કરેલ ત્રણ કારના કાચ તૂટયા છે, નજીકમાંથી પથ્થરનો બ્લોક પણ મળી આવ્યો છે અને રાત્રી દરમ્યાન કોઈ અસામાજિક તત્વો દ્વારા કરાયું નુકસાન, તો રાત્રી દરમ્યાન સુરત નવી સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી શોભાના ગાંઠ્યા સમાન સાબિત થઈ છે, સીસીટીવી ફુટેજના આધારે અસામાજિક તત્વોની શોધખોળ શરૂ કરાઈ.













