સુરતના વેસુ વિસ્તારમાં વેપારી પાસેથી ખંડણી માંગનાર તેના જ વિશ્વાસુ નોકરને પોલીસે વાપીથી ઝડપી પાડ્યો છે. તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.


 70 લાખ રૂપિયાની ખંડણી માગવાનો આરોપ

 આરોપી લવકુશ ઉર્ફે ચંદન બજરંગશરન શુક્લા પર વેપારી પાસેથી 70 લાખ રૂપિયાની ખંડણી માગવાનો આરોપ છે.

વેપારીના વિશ્વાસુ નોકર તરીકે કાર્યરત હતો

માહિતી અનુસાર, લવકુશ ઉર્ફે ચંદન બજરંગશરન શુક્લા વેપારીના વિશ્વાસુ નોકર તરીકે કાર્યરત હતો, પરંતુ તેણે વેપારી પાસેથી રોકડા રૂપિયા અને દાગીના સહિત કુલ 70 લાખ રૂપિયાની ખંડણી માગી હતી.

આખરે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

 વેપારીએ પૈસા આપવાનો ઇન્કાર કરતા આરોપીએ વેપારીને મારી નાખવાની ધમકી આપી હતી. આખરે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

 આરોપીને વાપી ખાતેથી ઝડપી પાડ્યો

અલથાણ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આરોપીને વાપી ખાતેથી ઝડપી પાડ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને મામલે વધુ તપાસ ચાલુ છે.


આ પણ વાંચો----    Republic Day 2026 : વાવ–થરાદમાં રાજ્યકક્ષાની 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું ધ્વજ વંદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત

  • Follow us on: