સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આજે એક મોટી દૂર્ઘટના ટળી હતી, જ્યાં ચાલુ સીટી બસમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા જ વિસ્તારમાં *અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.


ઘટનાના સમયે બસમાં 15 થી 20 મુસાફરો સવાર હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટનાના સમયે બસમાં 15 થી 20 મુસાફરો સવાર હતા. આગ લાગ્યાની જાણ થતાં જ બસમાં સવાર તમામ મુસાફરો સમયસર જીવ બચાવી બસમાંથી નીચે ઉતરી ગયા જેથી કોઈ જાનહાની થઈ નથી.

પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

આગના કારણે સીટી બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ

જો કે, આગના કારણે સીટી બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિક પર પણ અસર પડી હતી.


આ પણ વાંચો----    Vadodara: નામચીન બુટલેગર અશોક બિશ્નોઈના 14 દિવસના રિમાન્ડ મંજૂર, ઘાયલ અવસ્થામાં કોર્ટમાં લવાયો

  • Follow us on: