સુરતના ઉધના વિસ્તારમાં ધનરાજ નામના શખ્સની હત્યા થઇ હોવાનો બનાવ બન્યો છે. પોલીસે આ મામલે ચાર આરોપીની ધરપકડ કરી હતી. આ હત્યા અદાવતમાં કરવામાં આવી હતી. હત્યારાઓ આમ તો પુત્રની હત્યા કરવા કરવા આવ્યા હતા પણ પિતા વચ્ચે પડતા તેમણે પિતાને પતાવી દીધો હતો


ધનરાજને ચાકૂના ઘા માર્યા

સુરત ના ઉધનાની મોરારજી વસાહત નજીક અશોક સમ્રાટ નગરમાં રહેતા ધનરાજ ભીમરાવ તાયડે ગત રાતે ઘર નજીક ગલી નં.૯માં ઉભા હતા ત્યારે તેમની જ રહેણાંક ઝુપડપટ્ટીમાં રહેતા યોગેશ સંજય નગરાળે અને તેનો ભાઈ રાજવીર સંજય નગરાળે તથા કરણ ઉર્ફે દીપક ગણેશ વાઘ અને તેનો ભાઈ વિશાલ ઉર્ફે રાજ ગણેશ વાઘ અચાનક દોડતા-દોડતા ઘસી આવ્યા હતા. ચારેય જણાએ ધનરાજ સાથે ગાળાગાળી કરવાની સાથે યોગેશ અને કરણે પેટ અને છાતીમાં ચપ્પુના ચારથી પાંચ ઘા ઝીંકી દીધા હતા.

ઇજાગ્રસ્ત ધનરાજને સારવાર માટે લઈ જવાતા તબીબોએ મૃત જાહેર કર્યા

 ઘટનાને પગલે બુમાબુમ થતા ધનરાજના પરિજનો દોડી ગયા હતા અને સ્થાનિક રહેવાસીઓ પણ એકઠા થઈ ગયા હતા.જયારે ઇજાગ્રસ્ત ધનરાજને સારવાર માટે લઈ જવાતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

પોલીસે આરોપીઓની ધરપકડ કરી

ઘટના અંગે ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યાના ચાર પૈકી કરણ ઉર્ફે દીપક વાઘ, વિશાલ વાઘ અને યોગેશ નગરાળે ની ધરપકડ કરી છે.ધનરાજના પુત્ર વિક્કી ઉર્ફે લક્કી સાથે કરણ ઉર્ફે દીપકનો બે વર્ષ અગાઉ સામાન્ય બાબતમાં ઝઘડો થતા તેઓ વચ્ચે મારામારી થઈ હતી. જેથી કરણ ઉર્ફે દીપકે વિક્કી વિરૂધ્ધ ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને હાલમાં આ કેસ કોર્ટમાં પેન્ડીંગ છે. જેથી આ બાબતની અદાવત રાખી ચારેય જણા વિક્કીની હત્યા કરવાના હતા પરંતુ વિક્કી ભાગી જતા તેના પિતાને રહેંસી નાંખ્યા હતા. પકડાયેલા ત્રણેય ધાડ, લૂંટ, મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગાર છે.


આ પણ વાંચો----   Gujarat Flashback 2025 : ગુજરાતમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ 6.5 કરોડથી વધુ વૃક્ષો રોપાયા હતા, દેશભરમાં ત્રીજા ક્રમે રહ્યું હતું ગુજરાત

  • Follow us on: