સુરત પોલીસ દ્વારા પકડાયેલો નકલી ડોક્ટર પોલીસ ગિરફ્તમાંથી છુટ્યા પછી પણ પોતાની નકલી તબીબની પ્રેક્ટીસ ચાલુ રાખતા આખરે સુરત પોલીસ દ્વારા આ નકલી તબીબ સામે કડક કાર્યવાહી કરાઇ છે


 નકલી ડોક્ટર કમલેશ રામદેવ રાયને પાસા

સરથાણા પોલીસ દ્વારા નકલી ડોકટર કમલેશ રામદેવ રાય પર મોટી કાર્યવાહી કરાઇ છે. નકલી ડોક્ટર કમલેશ રામદેવ રાયને પાસા હેઠળ પોલીસે અટકાયત કરી છે.

પોલીસે તેને ભુતકાળમાં પણ પકડ્યો હતો

 પોલીસના જણાવ્યા અનુસાર કમલેશ રાય પાસે કોઇ ડિગ્રી ન હોવા છતાં તે વારંવાર લોકોને દવાઓ આપીને તેમના આરોગ્ય સાથે છેતરપીંડી કરતો હતો. પોલીસે તેને ભુતકાળમાં પણ પકડ્યો હતો.

 જેલમાંથી છૂટી જાય કે તુરત જ તે ફરી નકલી ડોક્ટરની પ્રેક્ટીસ શરુ કરી દેતો

ચોંકાવનારી બાબત એ છે કે, નકલી ડોક્ટર કમલેશ અગાઉ પણ પ્રેક્ટીસ કરતા પોલીસના હાથે ઝડપાયો હતો પણ જેવો જેલમાંથી છૂટી જાય કે તુરત જ તે ફરી નકલી ડોક્ટરની પ્રેક્ટીસ શરુ કરી દેતો હતો.

કમલેશ પાસે કોઈ પણ યોગ્ય ડિગ્રી નહોતી

પોલીસે જણાવ્યું કે, કમલેશ પાસે કોઈ પણ યોગ્ય ડિગ્રી નહોતી છતાં તેઓ પ્રેક્ટિસ ચલાવતો હતો અને વારંવાર પોતાની પ્રેક્ટીસ શરુ કરી દેતો હતો જેથી પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી છે. 


આ પણ વાંચો-----    Junagadh : ઈન્ટરનેશનલ મોબાઈલ બિલ વગર વેચતા હોવાની શંકાના આધારે 5 મોબાઇલ વેપારીઓ પર પોલીસ અત્યાચારનો આક્ષેપ

  • Follow us on: