સુરતના ડિંડોલી વિસ્તારમાં ટેન્કર માફિયાઓનો ત્રાસ વધી રહ્યો છે. પાણીની ટેન્કરો બેફામ રીતે રોડ પર દોડતી હોવાથી નાગરિકો માટે સતત જોખમ ઉભુ થયું છે. આ તમામ ટેન્કરો ગેરકાયદેસર ચાલતા હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે.


20 જેટલા પાણીના ટેન્કર ગેરકાયદે હોવાનો આરોપ

સુરતના ડિંડોલી વિસ્તારમાં રસ્તાઓ પર 20 જેટલા ગેરકાયદેસર ચાલતા હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે. બેફામપણે દોડતા પાણીના ટેન્કરોના કારણે લોકો ત્રસ્ત થઈ રહ્યા છે.

ટેન્કરો બેફામ રીતે રોડ પર દોડે છે

સ્થાનિક લોકોનું જણાવવું છે કે, ટેન્કરો બેફામ રીતે રોડ પર દોડે છે અને અવાર નવાર અકસ્માતો પણ બને છે અને તેના કારણે સ્થાનિકોને જોખમ ઉભુ થયું છે.

તંત્ર તરફથી અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી

સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, પાણીના ટેન્કરોને કારણે રોજબરોજના જીવનમાં પરેશાની વધી છે અને કેટલીકવાર અકસ્માતની ઘટના પણ બની રહી છે. તેમ છતાં તંત્ર તરફથી અત્યાર સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.


આ પણ વાંચો-----     Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?.

  • Follow us on: