સુરેન્દ્રનગરના ખેરવા ગામે ગઈકાલે મોડીરાત્રે બુટલેગરે નશાની હાલતમાં આતંક મચાવીને મહિલાઓ અને યુવતીની છેડતી કરતા મામલો બિચક્યો છે. ગ્રામજનોએ આ મામલે પોલીસ સ્ટેશન ધસી જઇ કાર્યવાહી કરવાની માગ કરી હતી.


બુટલેગરે ગ્રામજનો પર હુમલો કર્યો

ગ્રામજનોના આરોપ મુજબ ખેરવા ગામમાં રવિવારે રાત્રે નશાની હાલતમાં એક બુટલેગરે ગ્રામજનો પર હુમલો કર્યો હતો

બુટલેગરે મહિલાઓ તથા યુવતીઓની છેડતી કરી હોવાના આક્ષેપો

 નશામાં રહેલા આ બુટલેગરે મહિલાઓ તથા યુવતીઓની છેડતી કરી હોવાના આક્ષેપો કરાયા છે. આ ઘટના પછી ખેરવા ગામના ગ્રામજનો બજાણા પોલીસ મથકે પહોંચી ગયા હતા.

કડક કાર્યવાહી કરવા માટે માગ

ગ્રામજનોએ આ મામલે બુટલેગરની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા માટે માગ કરી હતી. લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો. 


આ પણ વાંચો----    Surat : જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનો રિવોલ્વર વડે ગોળી મારી આપધાતનો પ્રયાસ

  • Follow us on: