કોંગ્રેસના પાલ આંબલિયા સહિતના નેતાઓએ શનિવારે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાની મુલાકાત કરી હતી અને તેમને પાર્ટીમાં જોડાવાનું નિમંત્રણ આપ્યું છે. આ અંગે રાજુ કરપડાએ સ્પષ્ટ કર્યું હતું કે તેમણે હજી કોઈ નિર્ણય લીધો નથી.


કોંગ્રેસમાં જોડાવવા રાજુ કરપડાને અપાયું નિમંત્રણ

આજે પાલ આંબલિયા સહિતના નેતાઓ રાજુ કરપડાને મળવા સુરેન્દ્રનગર પહોંચ્યા હતા અને કોંગ્રેસમાં જોડાવવા રાજુ કરપડાને નિમંત્રણ અપાયું હોવાનું જાણવા મળે છે.

ખેડૂત સંમેલન બાદ જ અંતિમ નિર્ણય

જો કે આ મામલે રાજુ કરપડાએ જણાવ્યું હતું કે તેમણે હજું સુધી કોઇ નિર્ણય લીધો નથી, ખેડૂત સંમેલન બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

સંબંધોને લીધે નેતાઓ મળવા આવે છેઃ કરપડા

રાજુ કરપડાના જણાવ્યા મુજબ, પારિવારિક સંબંધોને કારણે નેતાઓ તેમની મુલાકાત લેવા આવે છે, પરંતુ હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

2 દિવસ બાદ કોંગ્રેસના પ્રદેશ નેતાઓને મળશે

જાણકારી મુજબ, આગામી 2 દિવસમાં રાજુ કરપડા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે મળી આ મામલે ચર્ચા કરશે તેમ જાણવા મળી રહ્યું છે.

ખેડૂતો કહેશે તો પક્ષમાં જોડાઇશ

કોંગ્રેસ પક્ષના નેતાઓ રાજુ કરપડાના સંપર્કમાં છે. રાજુ કરપડાએ જણાવ્યું હતું કે ખેડૂત સંમેલન યોજીશ અને ત્યારબાદ ખેડૂતો કહેશે તો પક્ષમાં જોડાઇશ.


આ પણ વાંચો-----     Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો

  • Follow us on: